બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે વધુ ૧૦ દિવસ સુધી બંધ રહશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે વધુ ૧૦ દિવસ સુધી બંધ રહશે:
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: કાર્યપાલક ઇજનેરશ્રી, રાષ્ટ્રીય ઘોરી માર્ગ વિભાગ, ભરૂચના પત્ર એક પત્રથી, ડાંગ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૯૫૩ (બરડીપાડા-મહાલ રોડ) ઉપર ૦૨ ખૂબ જ જૂના અને રબલ મેશનરી સ્લેબ ડ્રેઈન સ્ટ્રક્ચર તેમજ ૦૧ પાઈપ ડ્રેઈન આવેલ છે.
રબલ મેશનરી સ્લેબ ડ્રેઈન સ્ટ્રક્ચર ખૂબ જ જૂના તેમજ નબળી સ્થિતિમાં હોય, તેમજ આ સ્ટ્રક્ચર પાસે એક સાઈડ પર ખીણ આવેલ હોય, અને ડાયવર્ઝન આપી શકાય તેમ ના હોય, સદર સ્ટ્રક્ચરના સ્થાને નવા આર.સી.સી. સ્ટ્રક્ચરનું કામ અર્થે આ રોડ મોટા વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવેલ છે.
બરડીપાડા-મહાલ રોડ મોટા વાહન વ્યવહાર માટે તા.૨૦.૬.૨૦૨૪ થી ૧૫.૭.૨૦૨૪ સુધી દિન-૨૮ માટે બંધ કરવા જાહેરનામું પ્રસિઘ્ઘ કરવામાં આવ્યુ હતુ. પરંતુ સદર સ્ટ્રક્ચરની સ્ટ્રેન્થ માટે વધુ ૧૦ દિવસ સુધી જિલ્લા કલેક્ટર કચેરીને દરખાસ્ત મળેલ છે.
જેના અનુસંધાને ડાંગ જિલ્લા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ પ્રમાણે બરડીપાડા-મહાલ રોડ = ૫.૦ કિ.મી રોડ તમામ વાહનોના અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
અહિં વૈકલ્પિક માર્ગમાં (૧) આહવા જવા માટે સોનગઢ-ઓટા-સુબીર-આહવા, (૨) મહાલ જવા માટે સોનગઢ-ઓટા-સુબીર-મહાલ રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવેલ છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ/ઉલ્લંઘન બદલ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારી/કર્મચારીશ્રીને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.
આ જાહેરનામું તા.૧૬/૭/૨૦૨૪ થી તા.૨૫/૭/૨૦૨૪ના ૨૪.૦૦ સમય સુઘી અમલમાં રહેશે.