વઘઈ તાલુકાના મોટાબરડા ગામે આવેલ BSNL નેટવર્કની સમસ્યાથી લોકો પરેશાન

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વઘઈ તાલુકાના મોટાબરડા ગામે આવેલ BSNL નેટવર્કની સમસ્યાથી લોકો પરેશાન
દિનકર બંગાળ, વઘઈ: ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વિકાસના નામે અન્યાય થઈ રહ્યાની ફરિયાદ ઉઠવા પામી છે. જિલ્લામાં આદિવાસીઓની વસ્તી બહોળા પ્રમાણમાં જોવા મળતી છે. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના વઘઈ તાલુકામાં મોટાબરડા ગામે BSNL મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટી બરાબર ન હોવાથી સ્થાનિક રહીશો નેટવર્કની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.
મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ દગુનીયા ગ્રુપ ગ્રામ પંચાયત તથા આસપાસના ગામડાઓમાં નેટવર્કની સમસ્યા ન સર્જાય માટે BSNL નો ટાવર ઉભો કરવામાં આવ્યો છે. પરંતુ ઘણા સમયથી BSNL નો નેટવર્કની કનેક્ટિવિટી મોબાઈલમાં બરાબર જોવા મળતી નથી. મોબાઈલ પર કોલ આવતાં અવાજ કટ થઈને આવતો હતો અને મોટાભાગના સમયે નેટવર્ક બંધ હોવાથી લોકોને મોબાઈલ નેટવર્ક અંગેની હાલાકી ભોગવવી પડી રહી છે. BSNL ટાવરની સમસ્યાની ત્વરિત કામગીરી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.