Crime

ડાંગ પોલીસે સાઇબર ફ્રોડ કરનાર આરોપીને પંજાબ રાજ્યમાંથી પકડી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ડાંગ પોલીસે સાઇબર ફ્રોડ કરનાર આરોપીને પંજાબ રાજ્યમાંથી પકડી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી:

દિનકર બંગાળ, વઘઈ : ગત દિવસોમાં તારીખ ૧૪/૧૦/૨૦૨૪ ના રોજ ડાંગના સુબીર તાલુકાની યુવતી સુ.શ્રી રેશમાબેન પવારે પોતાની સાથે સાઇબર ફ્રોડ થયા અંગેની ફરીયાદ સાઇબર પોલીસને આપી હતી.

જેમાં સુ.શ્રી રેશમાબેન પવારના એકાઉન્ટ માંથી કુલ રૂ,૨,૬૭,૦૦૦/-ની રકમ UPI મારફતે મોનં-૯૪૨૬૭૪૦૪૭૨ દ્રારા પૈસા ઉપાડી લીધેલા હોવાની અંગેની ફરીયાદ આપવામાં આવી હતી. જે બાબતે આહવા સાઇબર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આહવા ખાતે BSNL એક્સચેન્જ ઓફિસેમાં સીમકાર્ડ અંગે તપાસ કરતા મો.નં-૯૪૨૬૭૪૦૪૭૨ નો સીમકાર્ડ હરપ્રિતસિંઘ નામના ઇસમને ફાળવણી થયેલ હોવાનું જણાયું હતું. આ મોબાઇલ નંબરના SDR/CDR/CAF મંગાવી એનાલીસીસ કરતા આરોપીનુ લોકેશન પંજાબ રાજયના ગુરુદાસપુર જિલ્લાના બટલા જણાઇ આવ્યું હતું. જેથી આરોપીને પકડવા તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.કે.ગઢવી, તથા તેમની ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સની મદદથી આરોપી પંજાબ હોવાનુ જણાતા આરોપીને પકડવા આહવા પોલીસની એક ટીમ પંજાબ રાજયમાં મોકલી આપવામાં આવી હતી. સાઇબર પોલીસે પંજાબ ખાતે કેમ્પ રાખી અને વેશપલટો કરી આરોપીની વોચમા રહ્યાં હતાં. જેમાં આરોપી હરપ્રતસિંઘ અજીતસિંઘ ઉવ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.કલેર તા.બટાલા જિ.ગુરુદાસપુર પંજાબ વાળાને અટક કરી તારીખ ૨૬/૩/૨૦૨૫ ના રોજ નામદાર કોર્ટમા રજુ કરી પોલીસ રીમાન્ડ મેળવ્યાં હતાં.

આહવા પોલીસની સાઇબર પોલીસ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ સહિતના અધિકારીશ્રીઓએ પોલીસની કામગીરીને બીરદાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button