International

પ્રધાનમંત્રીશ્રીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ માટે ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ

પ્રધાનમંત્રી શ્રીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ માટે ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી: 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્લિનમાં શરૂ થનારી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ માટે ભારતીય ટુકડીને પોતાના ટ્વીટર એકાઉન્ટ માધ્યમ થી શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ ટ્વીટ કર્યું:

“બર્લિનમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ શરૂ થતાં, ભારતીય ટુકડીને મારી શુભકામનાઓ. અમને રમતોમાં આપણું પ્રતિનિધિત્વ કરનારા દરેક એથ્લેટ પર ગર્વ છે. તેઓ તેમની ભાવના, નિશ્ચય અને સ્થિતિસ્થાપકતા દ્વારા તેજસ્વી રીતે ચમકતા રહે.”

16મી સ્પેશિયલ ઑલિમ્પિક્સ છે, જે બર્લિન, જર્મનીમાં યોજાઈ રહી છે.

પ્રથમ વખત  જર્મનીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સનું આયોજન કર્યું છે.  આ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ 17 થી 25 જૂન 2023 સુધી નવ દિવસ ચાલશે ,  જેમાં કુલ 3,000 કોચ અને 20,000 સ્વયંસેવકો સાથે 24 જેટલી અલગ અલગ રમતોમાં ભાગ લેવા માટે આશરે  170 જેટલા દેશોમાંથી લગભગ 7,000 એથ્લેટ્સ અને ભાગીદારો હાજરી આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button