South Gujarat

ડાંગ જિલ્લાની નિવૃત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને બાકી રકમ ફાળવણી કરતાં આનંદો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાની નિવૃત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને બાકી રકમ ફાળવણી કરતાં આનંદો:

નિવૃત બહેનોને રૂ. ૧,૬૮,૨૨૦૦૦ ગ્રેજ્યુઈટીની ગ્રાન્ટ આઈ.સી.ડી.એસ. વિભાગ ગાંધીનગર દ્વારા ફાળવાઈ

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: આજ રોજ ડાંગ જિલ્લાના નિવૃત થયેલ ૫૦ જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ડોક્યુમેન્ટસના અભાવે ગ્રેજ્યુઈટીના રકમ ન મળતા જિલ્લા પંચાયત પ્રમુખને રજુઆત કરી.

પ્રમુખશ્રી નિર્મળાબેન એસ. ગાઈન દ્વારા બહેનોની રજુઆત સાંભળી તાત્કાલિક આઈ.સી.ડી.એસ. શાખાના અધિકારી અને સ્ટાફને બેસાડી આ પ્રશ્નનો ખુબ ઝડપથી હલ લાવવાના આદેશ આપી આહવા, વઘઈ અને સુબીર તાલુકા પ્રમાણે બહેનોના ગૃપ બનાવી જે બહેનો પાસે જુના ડોક્યુમેન્ટ હોય, જેવાકે નિમણુંક પત્ર, નિવૃત્તિ પત્ર, કોઈ સરકારી તાલીમ મેળવી હોય તો તેનુ પ્રમાણપત્ર, આવા ડોક્યુમેન્ટ્સના આધારે વેરીફીકેશન કરી તેઓને ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવા જણાવવામાં આવ્યું. તથા જેઓની પાસે આવા ડોક્યુમેન્ટ્સ ના હોય તેઓનુ કોઈ તાલીમનું પ્રમાણપત્ર અથવા તેઓને ચુકવાયેલ પગાર કે રજીસ્ટરમા નોંધ, કે જુનો કચેરી રેકર્ડ તપાસ કરી વહેલી તકે ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવા સૂચના આપી.

ડાંગ જિલ્લામાં કુલ ત્રણ ઘટકો આહવા, વઘઈ અને સુબીર હેઠળ કુલ ૪૪૧ આંગણવાડીઓ કાર્યકરત છે. નિવૃત આંગણવાડી કાર્યકર/તેડાગર ગ્રેજ્યુઈટી ચુકવણા કરવા જિલ્લાને રૂ. ૪૨,૦૧,૦૦૦/- ની ગ્રાન્ટ મળેલ હતી. જે પૈકી રૂ. ૨૮,૭૧,૩૧૮/- ખર્ચ થયેલ હતો. પરંતુ બાકી રહેલ નિવૃત કાર્યકર/તેડાગર બહેનો દ્વારા ડીસેમ્બર-૨૦૨૩ માં પ્રમુખશ્રી ડાંગ જિલ્લા પંચાયતને રજુઆત કરતા પ્રમુખશ્રી દ્વારા તાત્કાલિક ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલને લેખીત અને મૌખિક રજુઆત કરી આ ડાંગ જિલ્લાની બહેનોનો પ્રશ્ન મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવ્યો. મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સાપુતારા ખાતે કાર્યક્રમમાં આવેલ ત્યારે પણ પ્રમુખશ્રી દ્વારા ડાંગ જિલ્લાના આ બહેનોનો પ્રશ્નો તેઓ સામે રજુ કરેલ.

આમ નાયબ મુખ્ય દંડકશ્રી અને પ્રમુખશ્રીના ઝડપી પ્રયાસથી આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા ડાંગ જિલ્લાને બાકી રહેતી ગ્રેજ્યુઈટીની કુલ રકમ રૂ. ૧,૬૮,૨૨૦૦૦/- (એક કરોડ અડસઠ લાખ બાવીસ હજાર) ની ગ્રાન્ટ માર્ચ-૨૦૨૪ માં ફાળવી આપેલ છે. આહવા તાલુકાની ૦૬, સુબીર તાલુકાની ૧૫, વઘઈ તાલુકાની ૧૪, આમ જિલ્લાની કુલ- ૩૫ બહેનો કે જેઓના ડોક્યુમેન્ટ ક્લીયર હતા તેઓને ગ્રેજ્યુઈટીની રકમનુ ચુકવણુ કરવામાં આવેલ છે. પરંતુ ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકામા નિવૃત થયેલા બહેનો પાસે નિમણુંક કે નિવૃતિ આદેશ કે અન્ય ડોક્યુમેન્ટ ન હોવાના કારણે તેઓને ગ્રેજ્યુઈટી રકમ ચુકવણામાં વિલંબ થતો હોય તેઓએ પ્રમુખશ્રી ડાંગ જિલ્લા પંચાયતને રજુઆત કરતા પ્રમુખશ્રી નિર્મળાબેન ગાઈન, આઈ.સી.ડી.એસ. અધ્યક્ષ શ્રીમતી સારુબેન વળવી દ્વારા અધિકારી અને સ્ટાફની તાત્કાલિક મીટીંગ બોલાવી આજે હાજર પ૦ જેટલી બહેનો તથા બાકી રહેલ અન્ય બહેનોના પ્રમાણપત્ર, ચુકવાયેલ પગાર કે કેચેરી રેકર્ડ જેવી જુની વિગતો મેળવીને વહેલી તકે ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવામાં આવે તેવી કાર્યવાહી કરવા આદેશ અને સૂચના આપવામા આવી. તદ્ઉપરાંત આ બાબતે વડી કચેરી ગાંધીનગર કક્ષાએ કોઈ પ્રશ્નનો હલ કરવાના હોય તો તે પણ ધ્યાને મુકવા જણાવવામાં આવ્યુ.

રજુઆત લઈને આવેલ તમામ બહેનોએ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઝડપી કામગીરી અને ગૂંચવાયેલા પ્રશ્નનુ જલ્દીથી હલ થાય અને તમામ બહેનોને લાભ થાય તે માટેનો હકારાત્મક અભિગમ જોતા સૌએ પ્રમુખશ્રી અને અધ્યક્ષશ્રી આઈ.સી.ડી.એસ.નો આભાર વ્યક્ત કર્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button