Dang

ડાંગ જિલ્લામાં મોસમનો સરેરાશ ૩૪૨.૩૩ મી.મી. વરસાદ નોંધાયો

જિલ્લા પંચાયત હસ્તકના બે માર્ગો અવરોધાયા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં મોસમનો સરેરાશ ૩૪૨.૩૩ મી.મી. વરસાદ નોંધાયો

જિલ્લા પંચાયત હસ્તકના બે માર્ગો અવરોધાયા

દિનકર બંગાળ, વઘઈ: ગુજરાતનાં છેવાડે આવેલા વનચ્છાદિત ડાંગ જિલ્લામાં ચોમાસુ પૂરબહારમાં જામી ચૂક્યું છે.

તા.૬/૭/૨૦૨૪ ના રોજ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી, એટલે કે સાંજના ૪ વાગ્યા સુધી ડાંગ જિલ્લામાં સરેરાશ ૩૪૨.૩૩ મી.મી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષના ચોપડે નોધાયા પ્રથમ તારીખ ૬/૭/૨૦૨૪ ના રોજ સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી આહવા તાલુકામાં ૫૪ મી.મી વરસાદ નોંધાતા અહીં મોસમનો સરેરાશ ૩૧૬ મી.મી વરસાદ નોંધાયો છે. તો વઘઇ ખાતે ૬૯ મી.મી (મોસમનો કુલ ૪૧૪ મી.મી), અને સુબીર ખાતે ૫૮ મી.મી (મોસમનો કુલ ૨૯૭ મી.મી) વરસાદ નોંધાવા પામ્યો છે.

આ વરસાદને પગલે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ બે માર્ગો, કોઝ-વે ઓવર ટોપિંગ થવાને કારણે ઓવરોધાયા છે. જેમાં (૧) ખાતળ ફાટકથી ઘોડી રોડ, અને (૨) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ અવરોધાવાને કારણે ઘોડી અને દિવડયાવન ગામોનો યાતાયાત પ્રભાવિત થવા પામ્યો છે. વાહન ચાલકો, રાહદારીઓ, અને પશુપાલકો તથા ખેડૂતોને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા, વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button