આગામી ૧૪ થી તા.૧૬ માર્ચ સુધી શાળા/ગ્રામ્યકક્ષાએ ખેલ મહાકુંભ – ૨૧-૨૨ની સ્પર્ધાઓનો શુભારંભ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં આગામી ૧૪ થી તા.૧૬ માર્ચ સુધી શાળા/ગ્રામ્યકક્ષાએ ખેલ મહાકુંભ – ૨૧-૨૨ની સ્પર્ધાઓનો શુભારંભ :
વ્યારા-તાપી: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ – ૨૧-૨૨ નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં તા. ૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૬/૦૩/૨૦૨૨ સુધી શાળા/ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ યોજાશે. ત્યાર બાદ તાલુકાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં એથ્લેટીક્સ, ચેસ, રસ્સાખેંચ, ખોખો, કબડ્ડી, યોગાસન, વોલીબોલની સ્પર્ધા તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૨ સુધી તાલુકાવાર નક્કિ થયેલા સ્થળો મુજબ યોજાશે. જેમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, વિવિધલક્ષી હાઇસ્કુલ ડોલવણ, સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ, સ.ગો.હાઇસ્કુલ વાલોડ, સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ, આર.જે.પટેલ હાઇસ્કુલ નિઝર, સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા ખાતે સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત જિલ્લાકક્ષા સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૨ સુધી યોજાશે જેમાં ફુટબોલ, સ્કેટીંગ, સ્વીમીંગ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ટેકવોનડો, જુડો, ટેબલટેનીસ, લોનટેનીસ, તીરંદાજી, હોકી, કુસ્તી, શુટીંગબોલ, કરાટે, હેન્ડબોલની સ્પર્ધા યોજવામાં આવશે એમ જિલ્લા રમત-ગમત અધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.