Crime

લશ્કર્યા હાટ બજારે ખરીદી કરવા આવેલ યુવકની મોટરસાઇકલની ચોરી થઈ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

લશ્કર્યા હાટ બજારે ખરીદી કરવા આવેલ યુવકની મોટરસાઇકલની ચોરી થઈ

દિનકર બંગાળ, વઘઈ:ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ પીપલ્યામાળનો યુવક ચેતનભાઈ ભોયેની મોટરસાઈકલ લશ્કર્યા ગામે ભરાતો હાટ બજારમાં ઘર વપરાશનુ જરૂરી સામાન ખરીદવા આવેલો હતો. સામાનની ખરીદી કરવા માટે મોટરસાઈકલ રસ્તાની સાઇટે પાર્ક કરી બજારમાં ખરીદી કરવા માટે ગયો હતો. અને બાઈકની ચોરી થઈ ગયા હોવાની ઘટના યુવક જોડે બનવા પામી હતી. મોટરસાઈકલ ચોરી થયાની ઘટના બનતા સમગ્ર મામલે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ યુવક લશ્કર્યા ગામ ખાતે હાટ બજારમાં શાકભાજી અને સર-સામાન લેવા આવેલ હતા. અને આહવા સુબિર રોડની સાઈડે પોતાની મોટરસાઈકલ નંબર-GJ-30-B-4096 ની પાર્ક કરેલ હતી. ત્યારે ચેતનભાઈ ભોયે બજારમાંથી સામાન ખરીદી કરી પરત ફરતા મોટરસાઈકલ જગ્યા પર જોવા ન મળતાં આજુબાજુ શોધખોળ કરી હતી પરંતુ મોટરસાઈકલ મળી ન હતી. જેથી તેમને લાગ્યું કે, મોટરસાઈકલની ચોરી થઈ ગયા હોવાનું જણાતા તેમને આહવા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button