Breaking News

સાપુતારા પોલીસે ઘરેથી નીકળી આવેલ મહારાષ્ટ્રનું બાળકને પરિવાર સાથે મેળાપો કરાવ્યો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સાપુતારા પોલીસે ઘરેથી નીકળી આવેલ મહારાષ્ટ્રનું બાળકને પરિવાર સાથે મેળાપો કરાવ્યો

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: સાપુતારા મહારાષ્ટ્રના ધુલીયાથી ઘરેથી નીકળી આવેલ બાળકને પરત તેમના માતા-પિતા સાથે સાપુતારા પોલીસે મિલન કરાવ્યું.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાંથી ધોરણ-8માં અભ્યાસ કરતો 14 વર્ષીય બાળક ઘરેથી કોઇને પણ જાણ કર્યા વિના મોપેડ લઇને નીકળી ગયો હતો. પરિવારજનોને તેની શોધખોળ કરી છતાં તેમનું બાળક મળી આવ્યો ન હતો. આ બાળકને સાપુતારાની એક હોટેલ આગળથી તેની એક્ટીવા મોપેડ (નં. MH-18- AS-9905) સાથે સાપુતારાના પીએસઆઇ એન.ઝેડ.ભોયા તથા સાપુતારા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કર્યા બાદ બાળકને સાપુતારા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી તે ક્યાંથી આવ્યો છે અને ઘરે કોઇને જાણ કરી છે કે કેમ? તેમ કહેતા બાળકે જણાવેલું કે પોતે કોઇ અગમ્ય કારણોસર ઘરે કોઇને જાણ કર્યા વગર નિકળી આવ્યો છે. તેવું જાણવા મળતા ગાડીના રજિ.નં. દ્વારા ગાડીના માલિકનુ નામ ઠામ જાણી મેળવી અને બાળકના પિતાજીને આ બાબતે ટેલિફોનથી સંપર્ક કરી જાણ કરી તેઓને સાપુતારા પોલીસ સ્ટેશનમાં બોલાવી આ બાળકને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં ખુસીનો માહોલ જોવા મળ્યો હતો‌‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button