આહવા સોનુનિયા એસટી બસ યાત્રીઓ માટે યમરાજની સવારી સમાન બની:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા સોનુનિયા એસટી બસ યાત્રીઓ માટે યમરાજની સવારી સમાન બની:
સોનુનિયા આહવા બસે બ્રેકડાઉન થવાનાં રેકોર્ડ તોડ્યાં
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: “એસટી અમારી સલામત સવારી” સુત્રને વલસાડ ડિવિઝન સંચાલિત આહવા બસ ડેપોના મેનેજર અને બસનું મેન્ટનન્સ કરતાં કર્મચારીઓએ સલામત રહેવા દિધી નથી. સવારના પોરમા મુસાફરો ભરેલી સોનુનિયાથી આહવા જવા નીકળેલી GJ-18-Z-3769 એસટી બસ ફરી બગડી હોવાનું જાણવા મળ્યું છે. બસ જોગબારીના ઘાટમાં જ ખોટકાઈ ગઈ હતી.
બસનાં ચાલક પાસેથી બગડવાનું કારણ જાણતા ચાલકે જણાવ્યું કે, બસ સોનુનિયાથી આહવા જવા માટે સવારે નીકળેલ હતી. અને બસનો વેક્યુમ પ્રેસર ઓછું થતાં જોગબારીનો ઘાટ ચડવામાં તકલીફ જણાતાં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી બસને થોભાવી દેવામાં આવી હતી. અને બસ બ્રેકડાઉન થવા પામી છે.
આહવા બસ ડેપોની સોનુનિયા આહવા એસટી બસે બ્રેકડાઉન થવાનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બસ વારંવાર રસ્તામાં ખામીઓના કારણે બ્રેકડાઉન થતીજ હોય છે. અને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. છતાં બસ ડેપોના મેનેજર મનમાની કરતાં હોય તેમ જણાઈ રહ્યું છે. બસનું મેન્ટનન્સમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવેલ નથી જેથી બસ ફરી બ્રેકડાઉન થયેલી જોવા મળી રહી છે.
સોનુનિયા આહવા એસટી બસ વારંવાર બ્રેકડાઉન થયાનાં અહેવાલ છાપામાં પ્રકાશિત થયાં જ છે છતાં ડેપો મેનેજર અને બસનું મેન્ટનન્સ કરતા સ્ટાફ બસની મેન્ટનન્સ અંગે બેદરકારી દાખવી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.
આહવા ડેપોની બસની ગુણવત્તા પર ઘણા સમયથી સવાલો ઉઠવા પામ્યા છે. છતાં આજદિન સુધી કોઈ પણ જાતની ડેપો મેનેજર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અને બસ વારંવાર બ્રેકડાઉન થઈ રહી છે. મુસાફરી કરતાં મુસાફરો અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.