વઘઈ તાલુકાના શિલોટમાળ ગામે આવેલ BSNL નેટવર્કની સમસ્યાથી લોકોને હાલાકી

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
વઘઈ તાલુકાના શિલોટમાળ ગામે આવેલ BSNL નેટવર્કની સમસ્યાથી લોકોને હાલાકી
દિનકર બંગાળ, વઘઈ: રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વિકાસના નામે અન્યાય થઈ રહ્યાની ફરિયાદ ઉઠવા પામી છે. જિલ્લામાં આદિવાસીઓની વસ્તી બોહળા પ્રમાણમાં જોવા મળતી હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ શિલોટમાળ ગામ તથા નજીકના ગામોમાં BSNL મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટી બરાબર ન હોવાથી સ્થાનિક રહીશોને નેટવર્કની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ચિચોંડ ગ્રુપ ગ્રામ પંચાયત તથા આસપાસના ગામડાઓમાં નેટવર્કની સમસ્યા ન સર્જાય માટે BSNL નો ટાવર ઉભો કરવામાં આવ્યો છે. પરંતુ ઘણા સમયથી BSNL નો નેટવર્કની કનેક્ટિવિટી મોબાઈલમાં બરાબર જોવા મળતી નથી. મોબાઈલ પર કોલ આવતાં અવાજ કટ થઈને આવતો હોય છે. અને મોટાભાગના સમય નેટવર્ક બંધ હોવાથી લોકોને મોબાઈલ નેટવર્ક અંગેની હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં વાઈફાઈની લાઈન પરથી BSNL ટાવર ચાલુ કરવામાં આવ્યું છે. અને BSNL ટાવરની લાઈન કરવામાં આવેલ નથી. જેના લીધે નેટવર્કની સમસ્યા ઉદભવી રહી છે. જેથી BSNL ટાવર નેટવર્કની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.