South Gujarat
મુરંબી ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
મુરંબી ગામ નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું મોત:
પ્રદિપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકાનાં બારીપાડાથી મોટામાંળુગાને જોડતા રાજયઘોરીમાર્ગ પર મુરંબી ગામે ખોબીના વળાંકમાંથી વિજયભાઈ યશવંતભાઈ પવાર (ઉ.વ. 31, રહે. રાજીવનગર, ખેરગાવ તા.ડિંડોલી જિ.નાસિક મહારાષ્ટ્ર) પોતાના કબજાની બાઈક (નં. એમએચ-15- બીએસ-7180) પર સવાર થઈને જઈ રહ્યા હતા. સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું. બનાવને લઈને સાપુતારા પોલીસ સ્ટેશનના હે.કો.શક્તિસિંહ સરવૈયાએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.