Education

લાકડબારી ગામે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

લાકડબારી ગામે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ:

કમલેશ ગાંવિત, વાંસદા: વાંસદા તાલુકાનું છેવાડાનું ગામ લાકડબારીમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આદેશ મુજબ ગુરુવારના દિને જિ. પં.ના ઉપપ્રમુખ શ્રીમતિ અંબાબેન માહલા બાંધકામ શાખા વાંસદાના નાયબ ઈજનેર શ્રી ગાયકવાડના સાનિધ્યમાં ઉજવાયો હતો.

જેમાં લાકડબારી મુખ્ય પ્રા. શાળા તથા ઉપલા ફળીયા વર્ગશાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. રૂઠના લાઈઝોન ઓફિસર શ્રી શૈલેષભાઇના માર્ગદર્શન હેઠળ બંને શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓ, લાલજીભાઈ ગવળી, તથા હિતેષભાઇ પટેલ, શાળા પરિવારો સૌપ્રથમ મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલકથી કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બાળકોને શાળા પ્રવેશોત્સવની પ્રેવેશ પ્રક્રિયા ખુબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી. બંને શાળાના બાળકોને જિ. ઉપ પ્રમુખ શ્રીમતી અંબાબેન તથા ગાયકવાડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.

આ કાર્યક્રમમાં ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજેન્દ્ર ચૌધરી,( ખેતી વાડી વિભાગ, આણંદ )તથા ગામ આગેવાન દિનેશભાઇ જાદવ, રામુભાઇ ગાંવિત, નરસિંહભાઇ ગાંવિત, ચીંતુભાઇ ગાંવિત, S.M.C. સભ્યો ખાસ વક્તવ્યમાં ગામના જ હાલ મામલતદારની સેવામાંથી રિટાયર્ડ થયેલ જીવણભાઈ ચૌધરીએ પ્રસંગિક પ્રવચનમાં બાળકોને ભણી ગણી ખુબ આગળ વધવા માટે વધારે પ્રયત્નો કરવાની હાકલ કરી હતી. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button