શિક્ષક દિન વિશેષ આલેખન: શિક્ષકોની અનિયમિતતા, બેદરકારી, છેડતીના બનાવો: ડાંગ જીલ્લાનું કથળતા શિક્ષણની ઝાંખી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
શિક્ષક દિન વિશેષ આલેખન: શિક્ષકોની અનિયમિતતા, બેદરકારી, છેડતીના બનાવો: ડાંગ જીલ્લાનું કથળતા શિક્ષણની ઝાંખી:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લામાં શિક્ષણની દસા અને દિશા દિવસેને દિવસે કથળી રહી છે. જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકોની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. ઉત્તમ શિક્ષણના દાવાઓ પોકળાઈ રહ્યા છે. ડાંગ જિલ્લામાં શિક્ષણ જગતમાં અધિકારીઓ પદાધિકારીઓના કાવાદાવાઓની વચ્ચે કથળતું શિક્ષણ પર નજર કરીએ.
ભીસ્યા ગામના ગ્રામજનોએ શિક્ષકો બેદરકારીના લીધે સહનશીલતાની સીમા વટાવવા મુજબ બન્યા હોવાનો કિસ્સો ભીસ્યા પ્રાથમિક શાળામાં બનવા પામ્યો છે. જેથી કંટાળીને ગ્રામજનોએ શાળાને તાળા મારી દિધા હતા.
વિદ્યાર્થીને મળતી ટ્રાન્સપોર્ટની સુવિધા બંધ : સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત ત્રણથી વધુ કિલોમીટર ચાલીને શાળાએ ભણવા જતા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટની સુવિધાઓ પાંગળા નિયમો બતાવીને બંધ કરી દેવામાં આવી. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ વિભાગનુ સુવિધાનાં નામે વિદ્યાર્થીઓ જોડે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
ગુરુ શિષ્ય અને વાલીઓ વચ્ચે વધતી દરાર : શિક્ષણ વિભાગની ઢીલી નીતિ અને બેદરકારીના લીધે ડાંગ જીલ્લામાં ગુરુ અને શિષ્ય અને તેઓનાં વાલીઓ વચ્ચે લાંબી લાંબી દરારો અને મતભેદો જોવા મળ્યા છે, શિક્ષક પોતાની ફરજ બજાવે અને વાલીઓ પોતાની જવાબદારી સમજે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું શક્ય બનશે એ ચોક્કસ છે.
વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને શોષણ : જિલ્લામાં છાત્રાલયોમાં શાળાઓમાં નાની ઉંમરની વિદ્યાર્થીનીઓ જોડે શારીરિક છેડતીની ઘટનાઓ બની તો શિક્ષણ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામા આવતું નથી. જેથી આવનાર સમયમાં આવી ઘટનાઓ ન બને તેવો દાખલો બેસાડવામાં નથી આવતો નવાય પમાડે તેમ સુરક્ષા સંબંધિત બાબતોમા અધિકારીઓ દ્વારા ન્યાયીક પણાની કાર્યવાહી કરવામાં આવતી થતી નથી. કેમ? શું આદિવાસી ગરીબી હોવાથી પોતાનું સ્વાભીમાન સિવાય કશું નથી હોતું તો ન્યાય નહીં કરવો? આદિવાસીઓ જોડે ભેદભાવ વાળી નીતી કેમ ચાલી રહી છે.
તોડેલા ઓરડા હજી બન્યા નથી : જિલ્લામાં ૩૯૭ તોડવામાં આવેલ ઓરડામાથી વહીવટીતંત્રએ હજી ઘણા ઓરડાઓ બનાવ્યા નથી. અધિકારીઓ પદાધિકારીઓ જ શિક્ષણની દસા બગાડવામાં અવ્વલ રહ્યાં છે. બાળકોને શિક્ષણ માટે મળવી જોઇએ તેવી ભૌતીક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
શિક્ષકોની અનિયમિતતા અને વ્યસન : જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ કથળી રહ્યું છે. મોટા ભાગના ઘણા વિદ્યાર્થીઓને બરાબર વાંચતા લખતાં પણ આવડતું નથી. વિદ્યાર્થી અન્ય શાળાઓમાં ભણતર પૂર્ણ કરી એડમિશન માટે જાય તો વિદ્યાર્થીઓને બરાબર આવડતું ન હોવાથી એડમિશન પણ શાળામા મળતું નથી. જેથી વાલીઓ પણ હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. શિક્ષકોની અનિયમિતતા શાળાએ વ્યસન કરીને આવવું વિદ્યાર્થીઓ પર વિપરીત અસરો સાથે પ્રભાવ પડી રહ્યો છે.
વિદ્યાર્થીઓને અપાતું ભોજન ગુણવત્તા વિહીન : શાળામાં વિદ્યાર્થીઓને અપાતું ભોજન પણ ગુણવત્તા વિહીન હોવાથી આદિવાસી વિસ્તારમાં દિવસેને દિવસે શિક્ષણ પાંગળું થઈ રહ્યુ છે.
જિલ્લામાં કથળી રહેલ શિક્ષણને લઈને જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રિવેદી એક્સનમાં આવશે કે, સબ સલામતના આંખે ચશ્માં પહેરીને ખુરશી પર બેસી રહેશે.
સહિયારો પ્રયત્ન ડાંગ જીલ્લાના શિક્ષણને ઉજ્જવળ બનાવી શકે છે, એવું શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે અમારું માનવું છે.