દીપદર્શન ઉ.મા. શાળામા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત શિબિર NSS કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા ખાતેની દીપદર્શન ઉચ્ચ્તર માધ્યમિક શાળામા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત શિબિર (એન.એસ.એસ) કાર્યક્રમ યોજાયો ;
ડાંગ, આહવા: વિદ્યાર્થીઓમા રહેલી આવડત અને ગુણોનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રવૃતિઓ કરવામા આવે છે. જે માટે રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) પણ એક ભાગ છે. આ યોજના થકી વિદ્યાર્થીઓને સમાજમા સાથે તાલ મિલાવવાનો અવસર મળે છે.
દીપદર્શન ઉચ્ચ્તર માધ્યમિક શાળા આહવામા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત (એન.એસ.એસ)ની ખાસ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શાળાના કુલ 60 સ્વયંસેવકો તથા શાળાના શિક્ષકો ગામીત વિજ્યાબેન તથા પ્રોગ્રામ ઓફિસર ગામીત પ્રકાશભાઇએ ભાગ લીધો હતો.
શાળાના આચાર્યાશ્રી સિ.સુહાસીની જે. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમે ગોંડલવિહિર ગામની પસંદગી કરી વિધ્યાર્થીઓ દ્વારા ગામમા સેવા કાર્યો કરવામા આવ્યા હતા. ગામની સફાઇ, શેરી નાટકો, વ્યસન મુકિતના કાર્યક્ર્મો અને સરકારની ગ્રામ વિકાસલક્ષી યોજનાઓની અંગે ગામ લોકોને સમજ આપી હતી.
શિબિરમા ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિજયભાઇ દેશમુખ ઉપસ્થિક રહ્યા હતા. સમાજના વિકાસમા પોતાનુ યોગદાન કેવી રીતે આપી શકાય તથા સ્વનો વિકાસ કરવા માટે કેવા પ્રયત્નો હાથ ધરવા જોઇએ તે અંગેની પ્રેરક વાતો વિધ્યાર્થીઓને કરી હતી. તેમજ શિબિર દરમિયાન બાળકોમા નેતૃત્વની, કુંટુંબની, અને સ્વ ઓળખની ભાવના જગાવી હતી.