Political

ડાંગના MLA નું ગામ હનવતચોંડનું (ઢુંઢુનિયા) ફળિયાના લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયારીમાં

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગના MLA નું ગામ હનવતચોંડનું (ઢુંઢુનિયા) ફળિયાના લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયારીમાં

પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા : આહવા તાલુકામાં સમાવિષ્ટ ડાંગના ધારાસભ્યશ્રીનું ગામ હનવતચોંડનું ફળ્યું (ઢુંઢુનિયા) ના તમામ લોકોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી બહિષ્કાર કરવાનું કારણ જાણવા મળી રહ્યું છે કે, ઢુંઢુનિયા ફળ્યાના લોકોએ (ઢુંઢુનિયા ફળ્યું )ને ગામ તરીકે માન્યતા મળે તે હેતુથી તા:11/01/2024 ના રોજ ડાંગ કલેક્ટરશ્રીને તથા ડાંગના MLA શ્રી. વિજયભાઈ પટેલને તેમણે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. આ બાબતે તેમણે ઉપરોક્ત સાહેબશ્રીઓને મુદત આપી હતી તે મુદ્દત દરમ્યાન સાહેબશ્રીઓએ આ લોકોને કોઈ જવાબ નહીં આપતાં આખરે તેઓએ મક્કમતાથી નિર્ણય લીધો છે કે હવે તેમની પાસે એકજ માર્ગ બચ્યો છે અને તે છે ચૂંટણી બહિષ્કાર..!..? ઢુઢુનિયાના રહેવાસીઓનુ અલગ ગામની માંગણી માટેનું કારણ છે કે હનવતચોંડ ગામમાં જે પણ સરકારશ્રીની ગ્રાન્ટ કે સહાયો આવે છે તે ઢુંઢુનિયા ફળિયામાં ઉપયોગ કરવામાં આવતી નથી. ગામની મુખ્ય સમસ્યા પાણી, રસ્તા, પાકા ઘરો વગેરેથી વંચિત રાખવામાં આવે છે જેથી આજરોજ (ઢુંઢુનિયા) ફળીયાના તમામ લોકોએ ભેગાં થઈને ચૂંટણી બહિષ્કાર કરવાનો પાક્કો નિર્ણય લઈ લીધો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button