Dang

ડાંગ જિલ્લા સંકલન સમિતિની યોજાઈ બેઠક:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા સંકલન સમિતિની યોજાઈ બેઠક:

દિનકર બંગાળ, વઘઈ : ડાંગના ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.ડી. તબીયારના અધ્યક્ષ સ્થાને આજ રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે જિલ્લાના વહીવટી તંત્રને સંવેદનશીલતા સાથે, નિયત સમય મર્યાદામાં જવાબ રજૂ કરવા બાબતે માર્ગદર્શન આપતા, ડાંગના ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી એસ.ડી. તબીયારે, પ્રજા પ્રતિનિધિઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય તે જરૂરી છે તેમ કહયું હતું.

દરમિયાન જિલ્લાની આરોગ્યની અને શિક્ષણની સ્થિતિ અંગે ગરમી થી રાહત થાય તે અંગે લોક જાગૃતિ કેળવવા, એસ્પિરેશનલ બ્લોક-સુબીરની કામગીરી, ખુલ્લા બોરવેલની વિગતો મેળવવી, સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો, CM ડેશબોર્ડ અને PG પોર્ટલની અરજીઓનો નિકાલ, સહિત ભાગ-૨ના નિયમિત મુદ્દાઓની પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા સંકલન સમિતિની બેઠકની સાથે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી કમિટી, ટ્રાફિક સલાહકાર સમિતિ, ધાર્મિક દબાણ બાબતે સર્વે કરી દુર કરવાં પાત્ર દબાણ હટાવવા અને નવા દબાણ ઊભા ન થાય તે બાબતે ધ્યાન આપવાં, બોગસ દસ્તાવેજો અને લેન્ડ ગ્રેબિંગ, ઈઝ ઓફ ડુઈંગ, ઘન કચરાનું વ્યવસ્થાપન જેવી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઇ હતી.

આ ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલ વિવિધ અભિયાન જેવાં કે પોષણ પખવાડા-૨૦૨૫ અભિયાન બાબતે સંલગ્ન તમામ વિભાગોને સહયોગ કરવાં, સાથે ચોમાસા દરમિયાન પાક નુકસાની અંગે ખેતીવાડી વિભાગને અરજી કરવા જેવા વિવિધ વિભાગના મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન સૂચનો કરવામાં આવ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button