South Gujarat

ઝાવડા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેમના પતી દ્વારા VCE ને હેરાનગતિ, વઘઈ TDO ને કરાઈ ફરિયાદ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ઝાવડા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેમના પતી દ્વારા VCE ને હેરાનગતિ, વઘઈ TDO ને કરાઈ ફરિયાદ

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાનાં ઝાવડા ખાતે VCE તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી અંજુબેન પવારને ઝાવડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ તથા તેમના પતિ દ્વારા વારંવાર ખોટી દખલગીરી કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે અંજુબેન પવારે તાલુકા વિકાસ અધિકારી વઘઈને લેખિતમાં ફરિયાદ કરી આ હેરાનગતિ અટકાવવા માટે માંગ કરવામાં આવી હતી.

વઘઈ તાલુકાનાં ઝાવડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે અંજુબેન છોટુભાઈ પવાર ગુજરાત સરકારની ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ VCE તરીકે કામગીરી કરે છે. તેઓ 2006થી VCE તરીકે કામ કરી રહ્યા છે અને તેમને કોઈ પગાર આપવામાં આવતો નથી, તેમને ફક્ત સરકારી યોજનાઓના કામ પર નજીવું કમિશન આપવામાં આવે છે. જોકે, નવા ચૂંટાયેલા મહિલા સરપંચ માર્થાબેન નરેશભાઈ રેંજડ અને તેમના પતિ નરેશભાઈ રેંજડ રાજકીય અદાવત રાખીને તેમને હેરાન કરી રહ્યા છે તેવા આક્ષેપ અંજુબેન દ્વારા કરવામાં આવી રહ્યા છે. વધુમાં VCE કર્મચારી અંજુબેન પવારે તાલુકા વિકાસ અધિકારીને અરજ ગુજારી જણાવ્યુ છે કે હાલની ટર્મના ચુંટાયેલા ગ્રુપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ માર્થાબેન નરેશભાઈ રેંજડ અને તેમના પતિ દ્વારા ચુટાયા ત્યારથી રાજકીય અદાવત રાખીને વારંવાર કોઈને કોઈ બહાને હેરાનગતી કરીને કામગીરીમાં અવરોધ ઉભા કરવામાં આવે છે. અને છેલ્લા થોડા દિવસથી ખુબજ હેરાનગતિ કરવામા આવી રહી છે. તથા વારંવાર ઝઘડો કરીને ગમે તેમ ગાળા ગાળી કરે છે. તેમજ તેઓ પંચાયત પર કામ કરવા જતા હોય ત્યારે સરપંચ અને તેમના પતિ દ્વારા પંચાયત પર બેસી કામ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવે છે. અને સરપંચનાં પતિ નરેશભાઈ રેંજડ દારુનો નશો કરીને ગમે તેમ ગાળો બોલીને હમેશા રાજીનામાની માંગણી કરે છે. હાલમાં મહિલા સરપંચ દ્વારા ઓફિસની ચાવી પણ લઈ લીધેલ છે. તેમજ આ અંગે અંજૂબેન પવાર દ્વારા તલાટી કામ મંત્રીને પણ જાણ કરી હતી. તલાટી કમ મંત્રીને પણ ઓફિસની ચાવી આપવાની ના પાડવામા આવેલ હતી. ત્યારે મહિલા સરપંચ અને તેના પતિ દ્વારા સરકારની ચાલતી કામગીરીમાં સીધો અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button