Gujarat

શું તમે સરકારી યોજનાઓની તેમજ સરકારની માહિતીથી અપડેટ રહેવાં માંગો છો ? તો આજે જ મંગાવો ‘ગુજરાત’ (પાક્ષિક) અને ‘રોજગાર સમાચાર’ (સાપ્તાહિક)

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

શું તમે સરકારી યોજનાઓની તેમજ સરકારની માહિતીથી અપડેટ રહેવાં માંગો છો ? તો આજે જ મંગાવો ‘ગુજરાત’ (પાક્ષિક) અને ‘રોજગાર સમાચાર’ (સાપ્તાહિક)

ફક્ત વાર્ષિક ₹ ૮૦/- ના લવાજમથી ઘર બેઠા ‘ગુજરાત’ અને ‘રોજગાર સમાચાર’ મેળવી શકાશે

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: રાજ્ય સરકારનું મુખપત્ર એવું ‘ગુજરાત’ પાક્ષિક તથા ‘રોજગાર સમાચાર’ સાપ્તાહિકને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની રાજ્ય સરકારની ઝૂંબેશના ભાગરૂપે, ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા પણ, ઉચ્ચસ્તરી સુચના મુજબ રાજ્ય સરકારના આ બન્ને પ્રકાશનોના ગ્રાહકોની નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

‘ગુજરાત’ (પાક્ષિક) ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા (પ્રતિમાસની તારીખ ૧ અને તારીખ ૧૬) દર પખવાડીયે પ્રકાશિત થતુ ગુજરાતી ભાષી સામયિક છે. આ સામયિકમાં મુખ્યત્વે ગુજરાત સરકાર દ્વારા અમલી યોજનાઓ, ભાવી આયોજન, પોલીસી સહીત જિલ્લાના સમાચારો/ઘટનાઓ, રાજ્ય અને કેન્દ્ર સરકારના નિર્ણયો સહીતની અલભ્ય વાંચન સામગ્રી પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ પાક્ષિક ગુજરાત રાજ્ય અને ગુજરાતી પ્રજાને લગતા વિષયોને પ્રાધાન્ય આપે છે.

જ્યારે ‘રોજગાર સમાચાર’ સાપ્તાહિક કે જે દર બુધવારે પ્રકાશિત થાય છે. તેમાં રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો, બોર્ડ/નિગમો, કંપનીઓમાં યોજાતી વિવિધ ભરતીઓની જાહેરાત, સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી વાંચન સામગ્રી, જનરલ નોલેજ અને કેરીયર કોર્નરને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.

આ ઉપરાંત દર વર્ષે દિવાળીના તહેવારો દરમ્યાન પ્રગટ થતો ગુજરાતનો ‘દિપોત્સવી’ અંક તેના અભ્યાસપુર્ણ વિષયો, નવલિકાઓ અને કાવ્યો જેવી વાંચન સામગ્રી માટે ઘણો લોકપ્રિય છે.

ડાંગ જિલ્લામાં ‘ગુજરાત’ (પાક્ષિક) મેળવવા ઇચ્છુક વાચકો જિલ્લા માહિતી કચેરી, આહવા, (PWD કોલોની, ચિલ્ડ્રન હોમની બાજુમાં) ખાતે વાર્ષિક ૫૦/- રૂપિયા અને ‘રોજગાર સમાચાર’ (સાપ્તાહિક) ના વાર્ષિક ૩૦/- રૂપિયા લવાજમ ભરીને ઘર બેઠાં ‘ગુજરાત’ અને ‘રોજગાર સમાચાર’ મેળવી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button