Dang

પોલીસ અધિક્ષકની કચેરી ડાંગ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ આધારીત ચિત્રો અને ઓડિયો/વિડિયો કોન્ટેન્ટ સ્પર્ધાનું આયોજન: આકર્ષક ઇનામો જીતવાની તક

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

પોલીસ અધિક્ષકની કચેરી ડાંગ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ આધારીત ચિત્રો અને ઓડિયો/વિડિયો કોન્ટેન્ટ સ્પર્ધાનું આયોજન: આકર્ષક ઇનામો જીતવાની તક

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : પોલીસ અધિક્ષકની કચેરી ડાંગ દ્વારા ત્રણ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ- ૨૦૨૩ની થીમ આધારીત ચિત્રો અને ઓડિયો/વિડિયો કોન્ટેન્ટ સ્પર્ધાનું આયોજન આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના તમામ નાગરીકો ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર નાગરીકોએ તા. ૧ થી ૧૫ જૂન સુધીમાં નજીકના પોલીસ સ્ટેશમાં સંપર્ક કરવાનો રહેશે. આ સાથે જ તેની સાથે સ્પર્ધકનું નામ, ઉમર, રહેણાંક સરનામુ, મોબાઈલ નંબર તથા આધારકાર્ડ બીનચુક મોકલવાના રહેશે.

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમના વિજેતાને ૦૫ હજાર, બીજા ક્રમે ૩ હજાર, ત્રીજા ક્રમે ૦૨ હજારનું ઇનામ આપવામાં આવશે. ઓડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમના વિજેતાને ૧૫ હજાર, બીજા ક્રમે ૧૦ હજાર, ત્રીજા ક્રમે ૦૫ હજારનું ઇનામ આપવામાં આવશે. અને વિડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમના વિજેતાને ૨૦ હજાર, બીજા ક્રમે ૧૫ હજાર, ત્રીજા ક્રમે ૧૦ હજારનું ઇનામ આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ઓડિયો કોન્ટન્ટ તથા વિડિયો કોન્ટન્ટ વધુમાં વધુ ૩(ત્રણ) મિનિટ સુધીનું રાખવાનું રહેશે. સ્પર્ધાનું પરિણામ સોશ્યલ મિડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. તથા આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ના કલાક ૨૪/૦૦ બાદ આવેલ સ્પર્ધકોની એન્ટ્રીઓ માન્ય ગણાશે નહિ. જેથી તમામ ડાંગની જાહેર જનતાને સ્પર્ધામાં ભાગ લઇ આકર્ષક ઇનામો જીતવા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button