આહવાની યુવતી સાયબર ફ્રોડનો શિકાર એડમિશનના નામે ૧.૦૭ લાખ પડાવ્યા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવાની યુવતી સાયબર ફ્રોડનો શિકાર એડમિશનના નામે ૧,૦૭,૦૦૦ પડાવ્યા, વિડીયો ફોટા વાયરલ કરવાની અને મારી નાખવાની આપી ધમકી
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: આહવાની યુવતી સાયબર ફ્રોડનો શિકાર બની છે. B.sc માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો અને આગળ વધુ અભ્યાસ માટે એડમિશનના નામે એક લાખ ૭ હજાર રૂપિયા પડાવી લીધાં અને સાયબર ફ્રોડનો શિકાર બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઈસમે પોતે ડોક્ટર હોવાની ઓળખ આપી સુરતની કિરણ હોસ્પિટલમાં ડોક્ટર અને ટ્રસ્ટી હોવાનું જણાવી, આઠ વર્ષ પહેલાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવનાર યુવતી પાસેથી ડી.એમ.એલ.ટીના કોર્સમાં ઓછી ફીએ એડમિશન કરાવી આપવાની લાલચે યુવતી સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે અને યુવતી ફ્રોડનો શિકાર બની છે.
મળતી વિગતો અનુસાર આહવા ખાતે રહેતી યુવતી પર એક મહિના પહેલા પોતાની instagram આઇડી પર Hi નો મેસેજ આવતા આગળ વાતચીત વધતાની સાથે યુવતીને વિશ્વાસમાં લઈ પોતે એક ડોક્ટર છે અને સારી કોલેજમાં એડમિશનના બહાને રૂપિયા પડાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એડમિશન બાબતે યુવતી દ્વારા વારંવાર પૂછતા આરોપીએ આપેલા ઉઠાંતરી જવાબ પરથી યુવતીને શંકા જતા યુવતીએ સુરતની કિરણ હોસ્પિટલમાં એવો કોઈ કોર્સ ચાલતો નથી. જે સમગ્ર મામલો તપાસ કરતાં યુવતીને ખબર પડતા આરોપી ક્રૃણાલ પટેલને મારે કોઈ એડમિશન નથી કરવાનું મારા રૂપિયા પાછા આપી દો પરંતુ યુવતીને આરોપી ઈસમો દ્વારા ધમકાવવામા આવી કે, તારો મોબાઈલ હેક કરી લીધેલ છે. તારા ફોટા વિડિયો વાયરલ કરી નાખીશું તને બદનામ કરી નાખીશું જરૂર પડે તો આહવા આવીશ અને તને મારી નાખીશ એવી ધમકી આપતા યુવતીએ આહવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.