નિવાલ્દા ગામ ખાતે પબ્લિક પ્લાન કેમ્પિંન અંતર્ગત ગ્રામસભા નું આયોજન કરાયું :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નિવાલ્દા ગામ ખાતે પબ્લિક પ્લાન કેમ્પિંન અંતર્ગત ગ્રામસભા નું આયોજન કરાયું ;
નર્મદા: આજ રોજ તારીખ 19 મી જાન્યુઆરી,2023 ના રોજ દેડિયાપાડા નાં નિવાલ્દા ગામે પબ્લિક પ્લાન કેમ્પિંન્ બાબતની ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં દેડિયાપાડા તાલુકા પંચાયત માંથી સિનિયર ક્લાર્ક મોહિનીબેન વસાવા , નિવાલ્દા ગ્રામ પંચાયતના સરપંચ રવિન્દ્રાબેન ધરમસિંહ વસાવા , ગ્રામ પંચાયતના તલાટી ચંદનબેન , ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના વડીલો, ભાઈઓ, બહેનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગામમાં થતા વિકાસના કામોની બાબતે ગ્રામ પંચાયતના સ્વચ્છતા બાબતે તેમજ આવાસ યોજના , રસ્તાઓ, પાણી તેમજ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ લોકોને માહિતગાર કર્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા