South Gujarat

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર માર્ગોનું સ્વચ્છતા અભિયાન: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7  વેબ પોર્ટલ,  દિનકર બંગાળ

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર માર્ગોનું સ્વચ્છતા અભિયાન: 

વઘઈ: મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે, અને રાજ્યમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે.

સમગ્ર રાજ્યમાંના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વે સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો અને સમુદ્ર કિનારાની સફાઈ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લામાં આવેલા રસ્તાઓ તેમજ રસ્તાની આજુબાજુના કચરા સહિત ચોમાસામાં ઊગી નીકળતા ઝાડી ઝાંખરાનો નિકાલ કરી જાહેર માર્ગોની સ્વચ્છતા હાથ ધરી, વાહનચાલકોને સુગમતા કરી આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button